શોધખોળ કરો
Tata Safari Facelift Images: નવી ટાટા હેરિયરની તસવીરો જોઇને ઉડી જશે તમારા હોશ, જોઇ લો અહીં ડિઝાઇન એન્ડ લૂક.....
ટાટા મૉટર્સ ટૂંક સમયમાં તેના અપડેટેડ હેરિયરની ડિલિવરી શરૂ કરશે, આ SUV ભારતીય કાર બજારમાં જીપ કંપાસ અને MG હેક્ટર જેવી કાર સાથે સ્પર્ધા કરશે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8

Tata Harrier Facelift Rivel: ઓટોમોબાઇલ ક્ષેત્રમાં દિવસે દિવસે પ્રગતિ થઇ રહી છે, આ કડીમાં હવે ટાટા પોતાની નવી નવી કારો માર્કેટમાં લાવી રહી છે, હવે ટાટા નવા ઇનૉવેશન પર ફોકસ કરી રહી છે. ટાટા મૉટર્સ ટૂંક સમયમાં તેના અપડેટેડ હેરિયરની ડિલિવરી શરૂ કરશે, આ SUV ભારતીય કાર બજારમાં જીપ કંપાસ અને MG હેક્ટર જેવી કાર સાથે સ્પર્ધા કરશે. આ કારની તસવીરો જોઇને તમારા હોશ ઉડી જશે....
2/8

ટાટા મૉટર્સે ઓફિશિયલી રીતે તેની હેરિયર ફેસલિફ્ટ SUV લૉન્ચ કરી છે. નવી Harrier SUVની કિંમત 15.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 24.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
3/8

જો તમે પણ આ નવી કારને ઘરે લાવવા માંગો છો, તો તમે તેને તમારી નજીકની ડીલરશીપ પર જઈને અથવા 25,000 રૂપિયાની ટૉકન રકમ સાથે ઓનલાઈન બુક કરાવી શકો છો. હેરિયર ફેસલિફ્ટ 4 વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - સ્માર્ટ, પ્યૉર, એડવેન્ચર અને ફિયરલેસ.
4/8

હેરિયર ફેસલિફ્ટના તમામ પ્રકારો સમાન 2.0L ટર્બો ડીઝલ એન્જિનથી સજ્જ છે, આ શક્તિશાળી એન્જિન 170PS પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ગ્રાહકો 6-સ્પીડ મેન્યૂઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબૉક્સમાંથી પસંદ કરી શકે છે.
5/8

ટાટા મૉટર્સના દાવા મુજબ, અપડેટેડ હેરિયર, મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને પ્રકારો અનુક્રમે 16.08 kmpl અને 14.60 kmpl ની માઈલેજ આપવા સક્ષમ છે.
6/8

નવી ટાટા હેરિયર ફેસલિફ્ટના બાહ્ય અને આંતરિક બંનેમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં હવે નવા સ્માર્ટફોન કનેક્ટિવિટી વિકલ્પો સાથે મોટી 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
7/8

ફિચર્સ વિશે વાત કરીએ તો, નવા હેરિયરમાં ડ્યૂઅલ-ઝૉન ઓટોમેટિક એસી, મેમરી ફંક્શન સાથે વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ, 10-સ્પીકર જેબીએલ સાઉન્ડ સિસ્ટમ, રિયર વિન્ડો સનશેડ, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 360-ડિગ્રી કેમેરાનો સમાવેશ થાય છે. .
8/8

આ ઉપરાંત વાયરલેસ ચાર્જર, પેનૉરેમિક સનરૂફ અને જેસ્ચર-કંટ્રૉલ્ડ પાવર્ડ ટેલગેટ ઉપલબ્ધ છે. સેફ્ટી ફિચર્સની વાત કરીએ તો, સ્ટાન્ડર્ડ તરીકે છ એરબેગ્સ ઉપલબ્ધ છે. પસંદગીના વેરિઅન્ટમાં સાત એરબેગ્સનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.
Published at : 18 Oct 2023 12:47 PM (IST)
આગળ જુઓ





















