દેશમાં અનેક ગુપ્તચર એજન્સી છે. જે શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખે છે. જેમાંથી એક એનઆઈએ છે. આજે અમે તમને એવા ક્રિમિનલ અંગે જણાવી રહ્યા છીએ, જેના પર લાખો રૂપિયાના ઈનામ છે. જેમાંનો એક નિક્કિત સેમ છે.તપાસ એજન્સી એનઆઈએના મોસ્ટ વોન્ટેડમાં આ આરોપી પર 10 લાખનું ઈનામ છે. તેને નિક્કી, સેમા અને સૂમી જેવા નામે ઓળખવામાં આવે છે. તેણે મણિપુરના ચંદેલમાં એક સૈન્ય ટુકડી અને અસમ રાયફલ્સ પર હુમલામાં સહયોગીની ભૂમિકા નીભાવી હતી.
2/5
વિષ્ણુ પટેલઃ એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ વિષ્ણુ પટેલ એમપીના ઈન્દોરનો રહેવાસી છે. તે નામ બદલવા જાણીતો છે. તેના પર 10 લાખનું ઈનામ છે. તે રામજી પાટીદાર, રામચંદ્ર અને ઓમ નામથી પણ ઓળખાય છે.
3/5
સંદીપ દાગેઃ એનઆઈએ મુજબ સંદીપ દાગે ઈન્દોરના રહેવાસી છે. સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બ્લાસ્ટ, માલેંગાવ ટ્રેન બ્લાસ્ટ, અજમેર શરીફ દરગાહ બોંબ બ્લાસ્ટ જેવા મામલામાં સામેલ છે. તેના પર 10 લાખનું ઈનામ છે.
4/5
ગુલામ સરવરઃ ગુલામ ઉર્ફે અબુનું નામ દિલ્હી હાઇકોર્ટમાં બોંબ ધડાકામાં સામે આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તે મૂળ પાકિસ્તાની છે અને પત્ની ભારતીય મૂળની છે.
5/5
જુનૈદ અકરમઃ એનઆઈએના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં સામેલ જુનૈદ પર 10 લાખનું ઈનામ છે. તે મલિક અને અકરમ નામથી પણ ઓળખાય છે.