શોધખોળ કરો
Indian Army: ભારતીય સૈન્યમાં નોકરી મેળવવાની શાનદાર તક, બે લાખ રૂપિયાથી વધુ મળશે પગાર
Indian Army SSC Tech Recruitment 2024: ભારતીય સેનાએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ખાલી જગ્યાઓ અપરિણીત મહિલાઓ અને પુરુષો માટે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5

Indian Army SSC Tech Recruitment 2024: ભારતીય સેનાએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ખાલી જગ્યાઓ અપરિણીત મહિલાઓ અને પુરુષો માટે છે. જે ઉમેદવારો SSC ટેકનિકલ એન્ટ્રી હેઠળ ભારતીય સેનામાં જોડાવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. રજિસ્ટ્રેશન લિંક ઓપન કરી દેવામાં આવી છે. 16મી જૂલાઈથી અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14મી ઑગસ્ટ 2024 છે.
2/5

આ ભરતીઓ એસએસસી ટેક – 64મી પુરૂષ અને એસએસસી ટેક – 35મી મહિલા એન્ટ્રી સ્કીમ હેઠળ બહાર પડાઇ છે. તેના દ્વારા કુલ 381 જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ આ વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – joinindianarmy.nic.in. અહીંથી તમે માત્ર અરજી જ નહીં કરી શકો પરંતુ આ ભરતીઓ વિશે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો.
3/5

અહીં કુલ 381 ખાલી જગ્યાઓમાંથી 350 પુરૂષ ઉમેદવારો અને 29 મહિલા ઉમેદવારો માટે છે. ભારતીય સશસ્ત્ર દળોના સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે. પસંદ કરાયેલા ઉમેદવારો માટેનો કોર્સ પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ એકેડમીમાં એપ્રિલ 2025માં શરૂ થશે. અરજી કરવા માટે ઉમેદવારે એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હોય અથવા અંતિમ વર્ષમાં હોય તે જરૂરી છે. SSC વુમેન નોન-ટેક્નિકલ માટેની પાત્રતા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક છે. આ ડિફેન્સ કર્મચારીઓની વિધવાઓ માટે છે. વયમર્યાદાની વાત કરીએ તો તે 20 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે કેટલાક ઉમેદવારો માટે તે 35 વર્ષ સુધી છે. નોટિસમાં વિગતો જોઈ શકાશે.
4/5

પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌ પ્રથમ ઉમેદવારોને અરજીઓના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી એક ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવશે, જેની વિગતો તમે વેબસાઇટ પર શોધી શકો છો અને તમારા માટે ઇન્ટરવ્યૂ સ્લોટ બુક કરી શકો છો. આગામી તબક્કામાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થશે જે પાંચ દિવસ સુધી ચાલશે. આમાં બે તબક્કા હશે અને પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર જ બીજા તબક્કામાં જશે. આ સમયગાળા દરમિયાન સાયકોલોજિકલ એક્ટિવિટીઝ, ગ્રુપ એક્ટિવિટીઝ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ વગેરે હશે. આ તબક્કો પાસ કરનાર ઉમેદવારોએ મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. તમામ તબક્કામાં પાસ થનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે.
5/5

પગાર પોસ્ટ મુજબ છે. ઉદાહરણ તરીકે લેફ્ટનન્ટની પોસ્ટ માટે દર મહિને પગાર 56 હજાર રૂપિયાથી 1 લાખ 77 હજાર રૂપિયા હશે. કેપ્ટન પદ માટે પગાર 61 હજારથી 1 લાખ 93 હજાર રૂપિયાની વચ્ચે હશે. અન્ય પોસ્ટનો પગાર 1.5 લાખ રૂપિયાથી લઈને 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ છે. કેટલીક પોસ્ટનો પગાર ફિક્સ છે અને તે દર મહિને 2.5 લાખ રૂપિયા છે.
Published at : 18 Jul 2024 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
