શોધખોળ કરો
Laal Singh Chaddha જ નહીં, પરંતુ આ ફિલ્મોનો પણ કરાયો હતો બહિષ્કાર, જાણો કઈ-કઈ ફિલ્મો છે યાદીમાં
Laal Singh Chaddha Boycott: આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મની પહેલાં આ બોલીવુડની ફિલ્મો પણ બોયકોટનો સામનો કરી ચુકી છે.
આ ફિલ્મોનો થયો હતો બહિષ્કાર
1/7

હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેનો ઉગ્ર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ઘણી હિન્દી ફિલ્મોનો આ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હોય.
2/7

છપાકને દીપિકા પાદુકોણની કારકિર્દીની સૌથી દમદાર ફિલ્મ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને વિવાદાસ્પદ વાતાવરણમાં દીપિકાની જેએનયુની મુલાકાત પસંદ ન પડી અને તેની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો.
3/7

પદ્માવત વર્ષ 2018માં રિલીઝ થયેલી હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ છે, પરંતુ કરણી સેનાના ભારે વિરોધને કારણે આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ થયો હતો.
4/7

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર દ્વારા ભૂતકાળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનોને જોતા તેની ફિલ્મ તુફાનનો પણ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો.
5/7

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર રામ-લીલા ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જો કે આ ફિલ્મને પણ તેના ટાઇટલના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
6/7

તાજેતરમાં જ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનો પણ સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેની અસર અક્કીની આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર સ્પષ્ટપણે જોવા મળી હતી.
7/7

દીપિકા પાદુકોણની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. વિરોધીઓ માનતા હતા કે, આ ફિલ્મમાં મસ્તાનીના પાત્રને માત્ર નૃત્યાંગના તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે તે બાજીરાવની બીજી પત્ની હતી.
Published at : 03 Aug 2022 06:43 PM (IST)
આગળ જુઓ




















