સલમાન ખાને તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. તેઓ 56 વર્ષના થઇ ગયા છે. આ અવસર પર તેમની લાઇફ જર્ની પર એક નજર નાખીએ
2/8
સલમાન ખાન ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા રાઇટર સલીમ ખાનના સૌથી મોટા દીકરા છે. સલમાનનો જન્મ 27 ડિસેમ્બર 1965માં ઇન્દોરમા થયો હતો. સલમાન ખાનનું અગાઉ નામ અબ્દુલ રાશિદ ખાન રાખ્યું હતું.
3/8
સલમાન ખાન પ્રથમ વખત વર્ષ 1988માં ફિલ્મ બીવી હો તો એસીમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં સલમાન ખાને રેખાના દિયરની નાની ભૂમિકા નિભાવી હતી.
4/8
સલમાનની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ વર્ષ 1989માં આવેલી મૈને પ્યાર કિયા હતી. ફિલ્મમાં સલમાન ખાનની સાથે ભાગ્ય શ્રી હતી. આ ફિલ્મ હિટ રહી હતી.
5/8
સલમાનની પ્રથમ 100 કરોડ રૂપિયાની કમાણી કરનારની ફિલ્મ 1994માં આવેલી ફિલ્મ હમ આપકે હૈ કૌન હતી. આ ફિલ્મ પણ ખૂબ હિટ રહી હતી.
6/8
સલમાન ખાન અનેકવાર વિવાદોમાં ફસાયો હતો. એક્ટર કાળિયારનો શિકાર અને હિટ એન્ડ રનનો આરોપ લાગતો રહે છે. આ મામલે જેલની હવા પણ ખાઇ ચૂક્યો છે.
7/8
સલમાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ટાઇગર જિંદા હૈએ 339 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બજરંગી ભાઇજાને 320 કરોડ, સુલતાને 300 કરોડની કમાણી કરી છે.
8/8
એક રિપોર્ટ અનુસાર એક્ટર 2300 કરોડની નેટવર્થનો માલિક છે. આ ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્યની આવકનો સમાવેશ થાય છે.