શોધખોળ કરો
જ્યારે વિદેશમાં લૂંટાયા બોલિવૂડ કલાકારો, કોઇના પૈસા તો કોઇનો ચોરાયો હતો સામાન

1/8

બોલિવૂડના સેલેબ્સ પણ ચોરીની ઘટનાથી બચી શક્યા નથી. તાજેતરમાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. સ્વરા લોસ એન્જલસમાં સામાન ખરીદી રહી હતી ત્યારે તેનો કેબ ડ્રાઈવર સ્વરાની વસ્તુ લઇને ફરાર થઇ ગયો હતો. જોકે આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે કોઇ સેલિબ્રિટીઝના સામાનની ચોરી થઇ હોય.
2/8

ઓસ્ટ્રેલિયામાં સિંઘ ઈઝ કિંગ ફિલ્મનું શૂટિંગ કરીને પરત ફરી રહેલી કેટરીના કૈફની કોસ્ચ્યુમથી ભરેલી બેગ ખોવાઈ ગઈ હતી. આ બેગમાં 85 કોસ્ચ્યુમ હતા, જેની કિંમત 72 લાખ રૂપિયા છે. ઘણી શોધખોળ બાદ પણ કોસ્ચ્યુમ ન મળતાં તે ચોરાઈ ગયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
3/8

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચોરીની ઘટનાનો ભોગ બન્યા છે. બિગ બી એક વખત Unforgettable નામની ટૂર પર જઈ રહ્યા હતા. ટોરોન્ટોથી લંડન જતી વખતે અમિતાભ બચ્ચનનો આખો સામાન ગાયબ થઈ ગયો હતો. જેના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
4/8

રકુલ પ્રીત સિંહ તેના મિત્રો સાથે બેંગકોકમાં રજાઓ પર હતી ત્યારે ટ્રાફિક સિગ્નલ પર બે બાઇક સવારોએ તેને લૂંટી લીધી હતી. આ ચોરીમાં રકુલની એક મોંઘી બેગ, રૂ. 60,000, તેના તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને બે મોબાઈલ ફોન ખોવાઈ ગયા હતા. રકુલે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરંતુ તેઓ રકુલનો સામાન પરત મળી શક્યો નહોતો.
5/8

એકવાર અભિનેત્રી શ્રિયા સરન યુરોપમાં તેની સાઉથની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. રજાના દિવસે તેણે બાર્સેલોનામાં ખરીદી કરવા જવાનો પ્લાન બનાવ્યો. તેની સાથે યુનિટમાંથી તેના મિત્રો પણ હતા. શ્રિયા અને તેના સાથીઓએ હોટેલ પર પાછા આવવા માટે ટ્રેન પકડી હતી. રસ્તામાં ખ્યાલ આવ્યો કે તેમનો અડધો સામાન ચોરાઇ ગયો છે. શ્રિયાની કેટલીક બેગ અને શૂઝ ગાયબ હતા.
6/8

સુષ્મિતા સેન 2012માં ગ્રીસમાં રજાઓ ગાળવા ગઈ હતી. અહીં એથેન્સના એરપોર્ટ પરથી તેનો તમામ સામાન ચોરાઈ ગયો હતો. આવી સ્થિતિમાં સુષ્મિતાને ભારત આવવામાં મુશ્કેલી પડી હતી. બાદમાં તેના વકીલો તેને કોઈક રીતે ઘરે લઈ આવ્યા હતા.
7/8

સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્માનો પણ સામાન ચોરાઇ ગયો હતો. રિપોર્ટ અનુસાર, અર્પિતા અને તેના પતિ આયુષ શર્મા વિદેશ ફરવા ગયા હતા. અહીં તેની 2.25 લાખ રૂપિયાની રોકડ, 3.25 લાખ રૂપિયાની કિંમતી સામાન, 10 ગ્રામનો સોનાનો સિક્કો અને કેટલાક ડિઝાઈનર કપડાંની ચોરી થઈ હતી.
8/8

ચોરીના કેસમાં મલ્લિકા શેરાવતનો અનુભવ સૌથી ખરાબ હતો. જ્યારે મલ્લિકા પેરિસમાં રહેતી હતી. એક દિવસ માસ્ક પહેરેલા ત્રણ લોકો તેના ઘરમાં પ્રવેશ્યા. તે સમયે મલ્લિકા તેની મિત્ર સાથે હતી. ચોરીની સાથે ઘૂસણખોરોએ મલ્લિકા અને તેના મિત્ર પર ટીયર ગેસ ફેંક્યા અને તેમને પણ માર માર્યો હતો.
Published at : 25 Mar 2022 11:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
