શોધખોળ કરો
Ranbir Kapoor સાથે વેકેશન માણવા પહોંચી હતી Katrina Kaif, પ્રાઇવેટ તસવીરો થઇ હતી લીક

કેટરિના કૈફ
1/5

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ એક સમયે પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં હતી. એક સમયે તેનું અફેર રણબીર કપૂર સાથે ચાલતું હતું. બંને લગભગ છ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં હતા પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.
2/5

જ્યારે રણબીર-કેટરિના રિલેશનશિપમાં હતા ત્યારે એકવાર તેમના સિક્રેટ વેકેશનની તસવીર વાયરલ થઇ ગઇ હતી. વાસ્તવમાં બંને રજાઓ માણવા ઇબિઝા ગયા હતા, જ્યાંથી તેમની સિક્રેટ તસવીરો લીક થઈ હતી. દરમિયાન રણબીર શોર્ટ્સમાં હતો અને કેટરીના સફેદ અને લાલ બિકીનીમાં હતી.
3/5

ખાનગી તસવીરો લીક થવા પર કેટરીનાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હું ત્યારે પરેશાન નહોતી અને હવે પણ પરેશાન નથી. તે ખૂબ જ ખાનગી ક્ષણો હતી અને મને થોડી પ્રાઇવેસી જોઈતી હતી. એ વખતે મને ગુસ્સો આવ્યો પણ જો આગામી કોઇ સમયે અમારા ખાનગી વેકેશનની તસવીરો ક્લિક કરવાની યોજના બને તો અગાઉથી કહેજો જેથી હું મેચિંગ કપડા પહેરી શકું. હું જાણું છું કે લાલ અને સફેદ રંગ બિલકુલ મેચ થતો નથી. આગલી વખતે હું મેચિંગ બિકીની પહેરીશ.
4/5

કેટરિનાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સલમાન ખાને પણ આ લીક થયેલી તસવીરો પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, 'જો તમારી બહેન, ગર્લફ્રેન્ડ અથવા પત્નીની તસવીરો આ રીતે ઇન્ટરનેટ પર વાયરલ થશે તો તમને કેવું લાગશે? આ રીતે કોઈના ખાનગી ફોટાને સાર્વજનિક કરવા ખોટું છે.
5/5

વિકી કૌશલ રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ કેટરીના કૈફના જીવનમાં આવ્યો. બંન્નેએ તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. બીજી તરફ રણબીર કપૂરે પણ તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા છે.
Published at : 06 May 2022 09:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
