સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)ના લગ્ન થઈ ગયા છે. બંનેએ 9 જૂન 2022ના રોજ તમિલનાડુના મહાબલીપુરમ(Mahabalipuram )માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
2/5
સાઉથના આ ભવ્ય લગ્નમાં ટોલીવુડથી લઈને બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય જગતના લોકોએ પણ હાજરી આપી હતી.આપને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
3/5
બંનેએ 25 માર્ચ 2021ના રોજ સગાઈ કરી. સગાઈના એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા.
4/5
અભિનેત્રી નયનતારા (Nayanthara) અને ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન(Vignesh Shivan)નું રિસેપ્શન બે અઠવાડિયા પછી થઈ શકે છે.
5/5
લગ્ન બાદ નયનતારા અને વિગ્નેશએ તેમના નવા જીવનની શરૂઆત કરી છે. હાલમાં જ બંનેએ તિરુપતિ બાલાજી મંદિરમાં જઈને આશીર્વાદ લીધા હતા. આ પછી કપલના વેડિંગ રિસેપ્શનની ચર્ચા થઈ રહી છે. નયનતારા અને વિગ્નેશના લગ્નની રિસેપ્શન પાર્ટી ચેન્નાઈના એક પ્રાઇમ રિસોર્ટમાં યોજાશે.