શોધખોળ કરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સોનાક્ષી સિન્હા
1/7

બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના રજિસ્ટર્ડ લગ્ન થોડા સમય પહેલા પૂર્ણ થયા હતા. હવે અભિનેત્રીએ પોતાના ખાસ લગ્નની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. જેમાં કપલ રોયલ લુકમાં જોવા મળ્યું હતું.
2/7

સોનાક્ષી સિંહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં કપલ લગ્નની નોંધણી કરાવતું જોવા મળ્યું હતું.
3/7

આ લગ્નની એક તસવીરમાં સોનાક્ષી તેના પતિ ઝહીરનો હાથ પકડીને જોવા મળી હતી. તેમના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાય છે.
4/7

આ તસવીરોમાં સોનાક્ષી અને ઝહીર મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. સોનાક્ષી વાળમાં ગજરા સાથે સફેદ સાડીમાં જોવા મળી હતી. ઝહીર સફેદ કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
5/7

આ પહેલા કપલે મીડિયાને મીઠાઈ વહેંચી હતી અને તેમનો આભાર માન્યો હતો. મીઠાઈના બોક્સની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
6/7

સોનાક્ષી સિન્હાના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી.
7/7

આ સિવાય અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ તેના મંગેતર સાથે સોનાક્ષી-ઝહીરના લગ્નમાં પહોંચી છે.
Published at : 23 Jun 2024 08:33 PM (IST)
આગળ જુઓ





















