શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
Stree 2 First Weekend Collection: ઓપનિંગ વીકેન્ડ પર 'સ્ત્રી 2' એ તહેલકો મચાવ્યો, વર્લ્ડવાઈડ કલેક્શનમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
Stree 2 First Weekend Collection: ઓપનિંગ વીકેન્ડ પર 'સ્ત્રી 2' એ તહેલકો મચાવ્યો, વર્લ્ડવાઈડ કલેક્શનમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
ફિલ્મ સ્ત્રી
1/7

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જે માત્ર ચાર દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ ફિલ્મે તેના પહેલા વીકએન્ડમાં એટલી જોરદાર કમાણી કરી કે તેની સામે ઘણી મોટી ફિલ્મો ઘૂંટણીએ પડી ગઈ. પ્રથમ વીકએન્ડમાં, ફિલ્મે વર્લ્ડવાઈડ કલેક્શનની બાબતમાં શાહરૂખ ખાનની 'પઠાણ' અને રણબીર કપૂરની 'એનિમલ'ને પછાડી દીધી હતી. જાણો ફિલ્મે કેટલું કલેક્શન કર્યું.
2/7

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી હતી. ફિલ્મે પહેલા જ દિવસે 55.40 કરોડની કમાણી કરી ખાતું ખોલાવ્યું હતું. વે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 240 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 283 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે.
3/7

આ કલેક્શન સાથે 'સ્ત્રી 2' એ શાહરૂખ ખાનની પઠાણ, રણબીર કપૂરની 'એનિમલ' સહિત ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જાણો તેનું કલેક્શન કેટલું હતું.
4/7

રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'એ તેના ઓપનિંગ વીકએન્ડમાં 201 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
5/7

સલમાન ખાનની 'ટાઈગર 3'નો રેકોર્ડ પણ તૂટી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં 148.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
6/7

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર'ને પણ 'સ્ત્રી 2'એ પાછળ છોડી દીધી હતી. આ ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 115 કરોડ હતું.
7/7

આ સિવાય આમિર ખાનની ફિલ્મ 'દંગલ' પણ 'સ્ત્રી 2'થી પાછળ રહી ગઈ છે. આ ફિલ્મે 107 કરોડની કમાણી કરી હતી.
Published at : 19 Aug 2024 05:30 PM (IST)
આગળ જુઓ
Advertisement





















