શોધખોળ કરો
લોકડાઉનના કારણે કપલે ચાર્ટર્ડ પ્લેનમાં કર્યાં લગ્ન, 130 સંબંધીની હાજરી, માસ્ક નહીં ને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
પ્લેનમાં લગ્ન
1/4

ચેન્નઈ : કોરોનાનો કહેર અટકાવવા માટે દેશમાં મોટા ભાગના રાજ્યોમાં પૂર્ણ કે આંશિક લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ લોકડાઉનની અસર લગ્નો પર પણ પડી છે અને લગ્નોમાં મર્યાદિત સંખ્યામાં જ મહેમાનોની હાજર રહેવાની છૂટ છે. તમિલનાડુના એક યુગલે તેનો રસ્તો કાઢીને પ્લેનમાં લગ્ન કર્યાં અને આ લગ્નમાં 130 મહેમાનો હાજર હતાં. આ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવી દેવાયા. લોકો માસ્ક પહેર્યા વિના એકબીજાની લગોલગ ઉભાં હતાં ને વરવધૂની લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલાં હતાં. તમિલનાડુમાં કોરોનાના કેસ વધતાં 24 મે થી સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
2/4

લોકડાઉનનો નિયમ માત્ર ધરતી પર જ અમલી છે તેમ વિચારીને તમિલનાડુના આ યુગલે સગા-સંબંધીઓની હાજરીમાં લગ્ન કરવા માટે આ અનોખો કિમીયો અજમાવ્યો હતો. તેમણે ચાર્ટર્ડ વિમાનમાં 130 સગા-સંબંધીની હાજરીમાં લગ્ન કરી લીધાં. આ લગ્ન તમિલનાડુના મદુરાઈમાં થુથુકુડી જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં યોજાયા હતા.
Published at : 24 May 2021 11:15 AM (IST)
આગળ જુઓ





















