શોધખોળ કરો
Fashion tips: પ્લેન સાડીને આ પ્રકારના બ્લાઉઝ સાથે કરો કેરી,આપશે ગોર્જિયસ લૂક, જૂઓ તસવીરો
માધુરી દિક્ષિત
1/5

સાડી એક એવો પરિધાન છે. જે કોઈપણ પ્રસંગે પહેરી શકાય છે. દરેક પ્રસંગ અનુસાર અલગ-અલગ સ્ટાઇલ અને ડિઝાઇનની સાડી પહેરીને તમે સ્ટાઇલિશ, ગ્લેમરસ અને એલિગન્ટ દેખાઈ શકો છો. પછી તે ઓફિસ પાર્ટી હોય કે કોકટેલ પાર્ટી. સાડી દરેક પ્રસંગે અલગ જ લુક આપે છે. તમે ઈચ્છો તો કોઈપણ પ્લેન સાડીને અલગ-અલગ સ્ટાઇલ કરીને પહેરી શકો છો. ઓફિસની કોઈપણ મીટિંગમાં સાદા બ્લાઉઝ સાથે પ્લેન સાડી પહેરી શકાય છે. તેને અલગ રીતે સ્ટાઇલ કરીને પાર્ટીમાં પહેરી શકો છો. તો ચાલો જાણીએ કે તેને કેવા પ્રકારની સ્ટાઈલ કરીને પહેરી શકાય છે.
2/5

જો તમે ઇચ્છો તો, તમે હેવી વર્ક બ્લાઉઝ સાથે પ્લેન સાડીને જોડી શકો છો અને તેને પાર્ટીવેર લુક આપી શકો છો. જાહ્નવી કપૂર મિરર વર્ક બ્લાઉઝ સાથે આ સિમ્પલ સી પ્લેન સાડીમાં અદભૂત લાગે છે. જે જોઈને ફેશન ઇન્સિપિરેશન લઈ શકાય છે
Published at : 20 Jan 2022 02:14 PM (IST)
આગળ જુઓ





















