શોધખોળ કરો
તમન્ના ભાટિયા જેવા ફિગરની તમન્ના થશે પુરી, એક્ટ્રેસના આ ફિટનેસ મંત્ર સાથે આ ડાયટ પ્લાન કરો ફોલો
એક્ટિંગ અને ડાન્સ સ્કિલની સાથે તમન્ના ભાટિયા તેના ફિટ ફિગરને લઇને પણ ચર્ચામાં રહે છે જો તમે પણ તેના જેવું ફિગર મેળવવા ઇચ્છો છો તો આ ડાયટ પ્લાન ફોલો કરી શકો છો.

તમન્ના ભાટિયાનો ફિટનેસ મંત્ર
1/8

તમન્ના ભાટિયાની વર્કઆઉટ રૂટિન વિશે વાત કરતાં, તે દિવસની શરૂઆત યોગા અને દોડથી કરે છે. આનાથી તેનું માઇન્ડ ફ્રેશ થાય છે અને તે ઉર્જા માટે યોગ કરવાનું પસંદ કરે છે.
2/8

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા એક ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ છે અને જો તમે પણ તેના જેવું પરફેક્ટ બોડી મેળવવા ઈચ્છો છો, તો તેની ફિટનેસ અને ડાયટ પ્લાનને અનુસરીને તમે તમારી જાતને ફિટ રાખવાની ઈચ્છા પૂરી કરી શકો છો.
3/8

તમન્ના ભાટિયાની વર્કઆઉટ રૂટિન વિશે વાત કરતાં, તે દિવસની શરૂઆત યોગા અને દોડથી કરે છે. આનાથી તેનું માઇન્ડ ફ્રેશ થાય છે અને તે ઉર્જા માટે યોગ કરવાનું પસંદ કરે છે.
4/8

તમન્ના દરરોજ એક કલાક જીમમાં વર્કઆઉટ કરે છે અને તેની એક્સરસાઇઝમાં વેઇટ ટ્રેનિંગ, કાર્ડિયો અને ફંક્શનલ એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. જેના કારણે તેમના શરીરને લવચીકતા અને સંતુલન મળે છે.
5/8

તમન્નાની ડાયટ પ્લાન ખૂબ જ લવચીક છે, તે નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને દિવસની શરૂઆત કરે છે, જે તેનાથી શરીરના ટોક્સિન બહાર નીકળે છે.
6/8

તે નાસ્તા પહેલા પલાળેલી બદામ ખાવાનું પસંદ કરે છે અને નાસ્તામાં ઈડલી, ઢોસા અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે.
7/8

તમન્ના દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવે છે. તે નારિયેળ પાણી અને તાજા ફળોના રસનું પણ સેવન કરે છે. તમન્નાના ચીટ ડે વિશે વાત કરીએ તો તેને પાસ્તા, ચોકલેટ અને ભાત ખાવાનું પસંદ છે. આ સિવાય તેને ઘરનું ખાવાનું જ પસંદ છે.
8/8

ડિનરમાં તમન્નાને વ્હાઇટ એગ, ફિશ અથવા ચિકન સાથે બાફેળા શાક ખાવનું પસંદ છે.
Published at : 22 Mar 2025 07:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
