શોધખોળ કરો
Ananya Panday House:ગૌરી ખાને અનન્યા પાંડેના ઘરનું ઇન્ટિરિયર કર્યું ડિઝાઇન, એક્ટ્રેસે શેર કરી ડ્રીમ હાઉસની ઇનસાઇડ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે થોડા દિવસો પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તાજેતરમાં જ તેના ઘરની કેટલીક તસવીરો શેર કર્યા બાદ અભિનેત્રીએ કહ્યું કે તેને ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે.

અનન્યા પાંડે અને ગૌરી ખાન, ( તસીવર ઇન્સ્ટામાંથી)
1/7

Ananya Panday Home: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે થોડા દિવસો પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તાજેતરમાં જ તેના ઘરની કેટલીક તસવીરો શેર કર્યા બાદ અભિનેત્રીએ કહ્યું કે તેને ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે.
2/7

અનન્યા પાંડેએ ફરી એકવાર ચાહકોને તેના નવા ઘરની ઝલક બતાવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે શાહરૂખ ખાનની પત્ની અને ફેમસ ઈન્ટીરીયર ડીઝાઈનર ગૌરી ખાન સાથે જોવા મળી છે.
3/7

આ તસવીરો શેર કરતી વખતે અનન્યા પાંડેએ કેપ્શનમાં લખ્યું, 'મારું પહેલું ઘર... મારા સપનાનું ઘર. આભાર ગૌરી ખાન... હું શું ઇચ્છું છું તે સારી રીતે સમજવા માટે. યુ આર બેસ્ટ.'
4/7

અનન્યા પાંડે ધનતેરસના દિવસે પોતાના સુંદર ઘરમાં શિફ્ટ થઈ ગઈ. એક્ટ્રેસે તેના હાઉસવોર્મિંગની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી.
5/7

આ તસવીરોમાં જોઇ શકાય છે કે, અનન્યા નારિયેળ વધારીને ઘરમાં પ્રવેશી રહી છે. ચાહકોની સાથે સાથે ઘણા સેલેબ્સે પણ અભિનેત્રીને તેના નવા ઘર માટે અભિનંદન પાઠવ્યા છે.
6/7

અનન્યા પાંડે બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની મોટી દીકરી છે. જેણે પોતાના પિતાની જેમ અભિનયમાં કરિયર બનાવી અને આજે તે લોકપ્રિય અભિનેત્રી બની ગઈ છે.
7/7

અનન્યા પાંડે હાલ બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને એક ફિલ્મ ડેટ પર પણ જોવા મળ્યા હતા.
Published at : 25 Nov 2023 08:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બજેટ 2025
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
