શોધખોળ કરો
Rashmika Mandannaએ જણાવ્યુ કે તે અલ્લુ અર્જુન સાથે પુષ્પા-2નું શૂટિંગ ક્યારથી શરૂ કરશે?
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ કરશે.
ફાઇલ તસવીર
1/7

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ કરશે. શ્રીવલ્લી તરીકેના તેણીના અભિનયને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.
2/7

તેણીની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ 'ગુડબાય'ના ટ્રેલર લોન્ચ સમયે રશ્મિકાએ તેના 'પુષ્પા 2' શૂટ શેડ્યૂલ વિશે અપડેટ આપી હતી.
3/7

તેણીએ કહ્યું, "હું મારું સપનું જીવી રહી છું. અલ્લુ અર્જુન સર સાથે હું થોડા દિવસોમાં પુષ્પા 2 શરૂ કરવા જઈ રહી છું. પરંતુ અત્યારે બચ્ચન સર સાથેના આ ટ્રેલરને દર્શકોની સામે રાખતા હું શું કહી શકું ... ''
4/7

'ગુડબાય'માં અમિતાભ બચ્ચન સાથે ફ્રેમ શેર કરવા વિશે બોલતા રશ્મિકાએ તેના શૂટિંગના પહેલા દિવસને યાદ કરતા કહ્યું, "હું તેમની રાહ જોઈ રહી હતી અને સર અંદર જતા રહ્યા.'
5/7

રશ્મિકાએ કહ્યું, મને લાગ્યું કે તે દ્રશ્ય વિશે વિચારી રહ્યા હશે. પછી હું તેમની પાસે ગઇ અને કહ્યું, 'હાય સર, હું રશ્મિકા છું અને હું તમારી દીકરીનો રોલ કરીશ'.
6/7

તેમણે કહ્યું, 'આ પછી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમારા સંબંધો વધુ નજીક આવતા ગયા. તે એક સુંદર વ્યક્તિ છે. તેથી હું ખુશ છું કે તેમની સાથે કામ કરતી વખતે મને તેમનો પક્ષ જોવા મળ્યો
7/7

ઉલ્લેખનીય છે કે વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ગુડબાય રશ્મિકાની બોલિવૂડમાં એન્ટ્રી છે અને તે 7 ઓક્ટોબરે રિલીઝ થશે.
Published at : 07 Sep 2022 04:55 PM (IST)
આગળ જુઓ





















