બોલિવૂડની નવી સેન્સેશન શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની એકથી વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેની બહેનપણીઓ સાથે પૂલ પાર્ટી એન્જોય કરતી કેટલીક તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોમાં શનાયાનો બેસ્ટ લુક જોવા મળ્યો છે. શનાયાએ ફ્લોરલ બિકીની અને ટોપી પહેરીને પોતાના કૂલ લુકની તસવીરો શેર કરી છે.
3/7
શનાયા તેના મિત્રો સાથે પૂલ પાર્ટી કરવાની અને આનંદ માણવાની કોઈ તક છોડતી નથી.
4/7
શનાયાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તે મોડલિંગ પણ કરે છે. શનાયા બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી છે.
5/7
શનાયાએ પૂલ પાર્ટીમાં મિત્રો સાથે એક કરતા વધુ પોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે શનાયાએ હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યુ નથી કર્યું પરંતુ તે ઘણી પોપ્યુલર થઈ ગઈ છે.
6/7
મિત્રો સાથેના ગ્રુપ ફોટોમાં શનાયા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. શનાયાએ મિત્રો સાથે પૂલ પાર્ટીમાં ખૂબ જ મજા માણી હતી.
7/7
શનાયા કરણ જોહર દ્વારા નિર્મિત આગામી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.