ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 12'નો ભાગ બનવા માટે તૈયાર છે.
2/6
નવી સિઝનમાં હોસ્ટ રોહિત શેટ્ટી અને સ્પર્ધકો નવા સાહસો અને કેટલાક અસાધારણ સ્ટંટ માટે કેપટાઉન જશે.
3/6
'બિગ બોસ 14'ની વિજેતા રૂબીના શોનો ભાગ બનવા અને પડકારોનો સામનો કરવા માટે ઉત્સાહિત છે.
4/6
રૂબિનાએ કહ્યું, "મેં જીવનમાં ઘણી અડચણોનો સામનો કર્યો છે અને આ અડચણોએ જ મને મજબૂત બનાવી છે. હું 'ખતરો કે ખિલાડી'માં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું."
5/6
રૂબિનાએ વધુમાં ઉમેર્યું, "મને વિશ્વાસ છે કે, રોહિત શેટ્ટી સરના માર્ગદર્શનથી, હું મારા માટે જે નક્કી કર્યું છે તેના કરતાં વધુ મેળવી શકીશ. મારા બધા ચાહકોને ખૂબ જ પ્રેમ અને હું ઈચ્છું છું કે, તેઓ આ નવા પ્રયાસમાં મને પુરતો સહકાર આપે.
6/6
ખતરો કે ખિલાડીની છેલ્લી સિઝનમાં અર્જુન બિજલાની વિજેતા થયો હતો અને રૂબીનાને આશા છે કે તે આ સિઝનમાં જીતશે.