શોધખોળ કરો
Upcoming Web Series & Films: આ સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજનની તગડી તૈયારી. કઇ વેબ સિરીઝ અને ફિલ્મ મચાવશે ધૂમ જાણો
00
1/8

29 માર્ચે હોળીના લાંબા વિકેન્ડમાં આપના મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મ પર સંપૂર્ણ તૈયારીઓ થઇ ગઇ છે. અમેજન, પ્રાઇમ, નેટફિલ્કસ, ડિજ્ની પ્લાસ હોટસ્ટાર, બી5 અને એમએક્સ પ્લેયર જેવા પ્લેટફોર્મ અનેક અનેક ફિલ્મો અને વેબ સીરિઝ આ સપ્તાહમાં રિલીઝ થશે.
2/8

24 માર્ચે નેટફિલક્સ પર ક્રાઇમ સસ્પેન્સ થ્રીલક વેબ સીરીઝ Who Killed Saraની પહેલી સિઝન સ્ટ્રીમ શરૂ થશે. આ સ્પેનિશ સીરિઝ છે. કહાણી એક શખ્સ પર આઘારિત છે. જેના પર તેમની બહેનની હત્યાનો આરોપ છે.
3/8

24 માર્ચે ડિજ્ની પ્લસ હોટસ્ટાર વીઆઇપી પર 1232 KMS ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થશે, વિનોદ કાપડી નિર્દેશિત આ સીરીઝ હિજરત કરી રહેલા પ્રવાસી મજદૂર પર આધારિત છે. લોકડાઉનના કારણે મોટી સંખ્યામા શ્રમિકો રોડ પર ચાલીને પોતાના વતન પહોંચ્યાં હતા. અહીં પણ સાયકલથી પ્રવાસી શ્રમિકને સફર કરતા દર્શાવવામાં આવ્યાં છે અને તેમની મુશ્કેલીને રજૂ કરાઇ છે.
4/8

ફિલ્મ ‘સાયલેન્સ કેન યૂ હિયર ઇટ? zee5 પર:zee5 પર સાયલેન્સ કેન યૂ હિયર ઇટ? ફિલ્મ આવી રહી છે. થ્રીલર,સસ્પેન્સ ફિલ્મમાં મનોજ વાજપેયી, પ્રાચી દેસાઇ અર્જુન માથુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
5/8

‘ઓકે કમ્પ્યુટર’ વેબ સીરીઝ :હોટસ્ટાર વીઆઇપી ડિજ્ની પર સાયન્સ ફિકશન વેબ સીરિઝ ઓકે કમ્પ્યુટર આવી રહી છે. આ ફિલ્મમાં હળવા અંદાજમાં સંસારના નજીકના ભવિષ્યને જોવાની કોશિશ છે. સીરિઝમાં વિજય વર્મા, રાધિકા આપ્ટે, જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં નજર આવશે, આ ફિલ્મ હિન્દી સિવાય સાઉથ ઇન્ડિયન ભાષામાં પણ રિલિઝ થઇ રહી છે.
6/8

ફિલ્મ ‘પગેલટ’ નેટફ્લિક્સ પર :સાન્યા મલ્હોત્રાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પગલેટનું લેખન નિર્દશન ઉમેશ બિષ્ટે કર્યું છે.ફિલ્મમાં આશુતોષ રાણા અને રધુવીર યાદવ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું કથાનક સામાજિક પરંપરા સામે બગાવતનો સંદેશ આપે છે.
7/8

‘હે પ્રભુ’ વેબ સીરિઝ એમએક્સ પ્લેયર એમએક્સ પ્લેયર પર વેબ સીરિઝ હે પ્રભુનું બીજી સિઝન સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ રોમેન્ટિક કોમેડી સીરિઝમાં રજત બરમેચા તરૂણ પ્રભુની ભૂમિકા અદા કરી રહ્યાં છે. વેબ સીરિઝમાં પારૂલ ગુલાટી,અંચિક કૌર, સૌન્યા અયોઘ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
8/8

ચાચા વિધાયક હૈ હમારે, કોમેડી વેબસિરિઝ: ચાચા વિધાયક હૈ હમારેની બીજી સિઝન ચાલું થઇ રહી છે. જેને જાકિર ખાને લખી છે. જે અમેજન પ્રાઇમ પર 26 માર્ચે આવી રહી છે. જેનું નિર્માણ ઓનલી મચે કર્યું છે.
Published at : 23 Mar 2021 11:58 AM (IST)
આગળ જુઓ
Advertisement





















