ઉલ્લેખનીય છે કે 64 વર્ષીય સિદ્વાર્થ રાંદેરિયાનો જન્મ મુંબઇમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અને તેના પિતા મધુકર રાંદેરિયા પણ એક સ્ટેજ એક્ટર હતા, નાટકની દુનિયામાં પહેલાથી જ આ ફેમિલીનુ નામ જાણીતુ છે.
3/7
ઉલ્લેખનીય છે કે સિદ્વાર્થ રાંદેરિયાએ આ કૉમેડી નાટકના ભાગને લઇને અગાઉ માફી પણ માંગી લીધી હતી, પરંતુ હજુ તેનો વિવાદ શમ્યો નથી.
4/7
કેટલાક લોકો સિદ્વાર્થ રાંદેરિયાની આ હરકતને હિન્દુ વિરોધી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા જેવી ગણી રહ્યાં છે. કેટલાક લોકો એક્ટરની ધરપકડ કરવાની પણ માંગ કરી રહ્યાં છે.
5/7
હાલ એક કોમેડી શૉ ગજ્જુભાઇ ગોલમાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યુબ પર પણ પ્રસારિત થયો, જેમાં દ્રશ્યમાં એવુ બતાવવામાં આવ્યુ છે કે હીરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવ્યો છે. આ સમયે એક્ટરે જુએ છે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. એટલુ જ નહીં મંત્રો વિશે પણ ઘણા જોક્સ કરે છે.
6/7
માહિતી પ્રમાણે, એક્ટર અને ગુજરાતી હાસ્ય કલાકાર સિદ્વાર્થ રાંદેરિયાએ દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવના ઠેસ પહોંચાડી છે. આ કેસમાં સિદ્વાર્થ રાંદેરિયા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
7/7
મુંબઇઃ ગુજરાતી એક્ટર સિદ્વાર્થ રાંદેરિયા મુશ્કેલીમાં ફસાયા છે. સિદ્વાર્થ રાંદેરિયા સામે ગાયત્રી મંત્રના અપમાનને લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આ ફરિયાદ કરી છે.