નવસારી જિલ્લામાં મોડી રાત્રે ફરીથી વરસાદ શરૂ થયો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગણદેવી, ચીખલી, ખેરગામ તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી છે. ભારે પવન સાથે વરસાદ આવતાં જિલ્લામાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યં છે. જિલ્લામાં રાત્રે 10 થી આજે સવારે 6 વાગ્યા સુધી નવસારીમાં ૭ mm, જલાલપોરમાં ૧૭ mm, ગણદેવીમાં ૧ ઇંચ, ચીખલીમાં ૧.૫ ઇંચ, વાંસદામાં ૧૪mm, ખેરગામમાં ૧.૫ ઇંચ વરસાદ પડ્યો હતો.
2/4
કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાથી ડાંગરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. 13 ડિસેમ્બર રવિવાર સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.
3/4
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડોમાં પડી રહેલો માલ પલળી ગયો છે. આ ઉપરાંત વરસાદને પગલે ખેડૂતોને શિયાળું પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગણી કરી છે.
4/4
નવસારીઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.