ઇવાન્કા ટ્રમ્પ આ વર્ષે પોતાના પ્રવાસ પર પતિ જેરેડ કુશનર સાથે આવી છે.
2/8
પ્રેમની નિશાની ગણાતા તાજમહલની પ્રસિદ્ધ ડાયના બેન્ચ પર ઇવાન્કાએ પોતાના પતિ જેરેડ કુશનર સાથે એક ખાસ તસવીર પડાવી હતી.
3/8
તાજમહલની મુલાકાત બાદ ઇવાન્કાએ ઇન્સ્ટાગ્રામ પર આ તમામ તસવીરો શેર કરી હતી.
4/8
ઇવાન્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પર લખ્યું કે તાજમહલની ભવ્યતા અને તેની સુંદરતા આપણને તમામને પ્રેરણા આપનારી છે.
5/8
ઇવાન્કાની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ પણ તાજમહલ જોવા પહોંચ્યા હતા.
6/8
તાજમહલ જોવા પહોંચેલી ઇવાન્કાએ અહી પોતાની ટીમ સાથે અનેક તસવીરો ક્લિક કરાવી હતી. ઇવાન્કાએ તાજમહલની તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
7/8
આગ્રાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારે તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ આગ્રામાં તાજમહલ જોવા પહોંચી હતી. ટ્રમ્પની દીકરી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનર પણ તાજમહલને નિહાળ્યો હતો.
8/8
તાજમહલના રોયલ ગેટમાંથી એન્ટ્રી બાદ ઇવાન્કાએ કેટલોક સમય અહીના પ્રસિદ્ધ ગાર્ડનમાં વિતાવ્યો હતો. આ સમયે તેમની સાથે તેમનો પતિ પણ હાજર રહ્યા હતા.