બોલિવૂડે અક્ટ્રેસ જાન્હવી કપૂરે ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જાન્હવી છેલ્લે નેટફ્લિક્સ પર રજૂ થયેલી ગુંજન સક્સેના - કારગિલ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની જોરદાર એક્ટીંગથી તેમણે ખૂબ પ્રશંસા મેળવી હતી. ત્યારે જાન્હવી હાલમાં તેની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ ‘રૂહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ જાન્હવી કપૂર)
2/7
(તસવીર- ઈન્સ્ટાગ્રામ જાન્હવી કપૂર)
3/7
આ સિવાય જાન્હવી ‘દોસ્તાના 2’ પણ કરી રહી છે જેમાં તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ જાન્હવી કપૂર)
4/7
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાનવી કપૂરે તાજેતરમાં જ ‘ગુડ લક જેરી’નું પહેલું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. તે સાઉથ સ્ટાર નયનતારા અભિનીત તમિલ ફિલ્મ કોલામાવુ કોકિલાની રીમેક છે.
5/7
જાન્હવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ જાન્હવી કપૂર)
6/7
આ સ્ટ્રેપલેસ સિલ્ક નિયોન ડ્રેસની કિંમત 3,800 ડોલર એટલે કે 2.74 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
7/7
તાજેતરમાં જ તે ‘રૂહી’ના પ્રમોશનમાં ફિલ્મમાં તેના કો-સ્ટાર રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન જાન્હવીએ ખૂબ મોંઘો ડ્રેસ પહેર્યો હતો. જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું. (તસવીર- ઈન્સ્ટાગ્રામ જાન્હવી કપૂર)