ઋતુ શિયાળાની હોય કે પછી ઉનાળાની લેધની બેગ પર્સ કે આઉટફિટ દરેક વસ્તુ ખાસ સાર સંભાળ માંગી છે કારણ કે તે ખૂબ જ જલ્દી ખરાબ થઇ જાય છે.
2/7
આજે અમે આપને લેધરના પર્સ, બેગ, જેકેટ અને જૂતા ચંપલની કેવી રીતે સારસંભાળ લેવી તેની કારગર ટિપ્સ બતાવીશું.
3/7
જો લેધરની વસ્તુમાં ખરાબ થઇ જાય કોઇ ડાધ લાગી જાય તો તેને સૂકા કપડાથી લૂછીને સવારના કુમળા તાપમાં હવા આવતી હોય તેવી જગ્યા પણ મૂકી દો.
4/7
લેધરની કોઇપણ આઇટમને આપ આકરા તાપમાં ન સૂકવો, આકરા તાપથી લેધરની વસ્તુ સંકોચાય જાય છે. એન્ટી સેપ્ટીક લિકવિડનો ઉપયોગ લેધર આઇટમ સાફ કરવા માટે કરી શકાય છે. આવુ કરવાથી બેક્ટેરિયા નથી થતાં.
5/7
લેધરની વસ્તુની ક્વોલિટી જાળવવા માટે તેને પોલિશ જરૂર કરો. લેધર જેકેટને ક્યારે પેક કરીને ન મૂકો પરંતુ હેગરમાં ટાંગની જ રાખો.
6/7
જો આપની લેધર આઇટમમાં ફંગસ થઇ ગઇ હોય તો તેને તરત જ એન્ટીસેપ્ટિક લિકવિડથી સાફ કરો. લેઘરની વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર ન કરો તેને સમયાંતર બહાર કાઢો.
7/7
લેધર શુઝ કે અન્ય વસ્તુઓને સ્ટોર કરતી વખતે સિલિકોન જેલના પાઉચ અવશ્ય મૂકો તેના કારણે તે લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.