શોધખોળ કરો
Myth vs Fact: શું સફેદ વાળ તોડવાથી કાળા પણ વ્હાઇટ થઇ જાય છે, જાણો માન્યતા કેટલી સાચી
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ લાગે છે? આ એક માન્યતા છે. જે કેટલી સાચી છે જાણીએ..આ રસપ્રદ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું
2/7

કહેવાય છે કે,દરેક વસ્તુ માટે યોગ્ય સમય હોય છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તે વસ્તુ હંમેશા ખૂંચ્યા કરે છે અને સૌદર્યમાં બાધક બને છે.
3/7

મોટાભાગના લોકો સફેદ વાળ દેખાય કે તરત જ તેને તોડીને દૂર કરી દે છે. પરંતુ એવું કહેવાય છે કે, કે સફેદ વાળ તોડવાથી તેની સંખ્યા વધે છે. આ કેટલુ સાચુ છે જાણીએ..
4/7

તો જાણીએ આ માન્યતા કેટલી સાચી છે. ડૉક્ટરના મતે, વાળના અકાળે સફેદ થવાનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને આહાર શૈલી સહિત ગરમ તાસીર પણ છે. જેના કારણે વાળ સફેદ થઈ શકે છે.
5/7

ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે.
6/7

જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે. મેલાનિનું ઉત્પાદન ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ વગેરે છે.
7/7

ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ ખોટી માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે કાળા હેર સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.
Published at : 30 Jan 2024 10:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
