કાકડીને ખાવામાં સલાડ તરીકે પસંદ કરવામાં આવે છે અને તેને ખાવાથી એક હળવો નાસ્તો પણ થઈ જાય છે. પોષક તત્વોથી ભરપૂર કાકડી એક ઠંડો નાસ્તો છે. તેમા વિટામીન કે, એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે એક એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે.
2/7
ઘણા ઘરોમાં જમવાની સાથે કાકડીનો સલાડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે કાકડીને રાત્રે ખાવાનું પસંદ નથી કરતા. શું સાચે જ રાત્રે કાકડી ન ખાવી જોઈએ. આવો જાણીએ.
3/7
મોટા ભાગે રાત્રે કાકડી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. એવું એટલા માટે કેમ કે, જ્યારે તમે રાત્રે કાકડી ખાવ છો ત્યારે તમારુ પેટ ભારે લાગે છે. રાત્રીનું ભોજન સુવાના બે ત્રણ કલાક પહેલા લેવું જોઈએ અને બને તો હળવું જ ભોજન લો. જ્યારે તમે ભારે કે કેલેરીવાળો ખોરાક લો છો ત્યારે તે પચવામાં સમય લાગે છે.
4/7
રાત્રે ખાધેલો ભારે ખોરાક તમારી સ્લીપ સાઈકલ ડિસ્ટર્બ કરી શકે છે. તેથી જ સાંજે સાત વાગ્યા બાદ કાર્બ્સ વધુ માત્રામાં ખાવાની મનાઈ કરવામાં આવે છે.
5/7
સેંસેટિવ પેટવાળા લોકો માટે કાકડી ખાવી યોગ્ય નથી. તેમા કુકુર્બિટાસિન નામનું એક તત્વ હોય છે, જે એક શક્તિશાળી ઘટક છે, જેનાથી અપચાની સમસ્યા થઈ શકે છે. ઈરિટેબલ આંત્ર સિંડ્રોમથી પીડિત લોકોને પાચનમાં મદદ કરવા માટે કાકડી ખાવાની સલાહ આપવામાં આવે છે.
6/7
જો કાકડી ખાવાની યોગ્ય રીતની વાત કરીએ તો કાકડી ખાધા બાદ તુરંત પાણી ન પીવુ જોઈએ. કેમ કે કાકડીમાં પહેલા જ વધુ પાણી હોય છે. એવામાં જો તમે વધુ પાણી પીવો છો તો શાકભાજીમાં રહેલા હાજર પોષક તત્વો ઓછા કરો છો એવામાં તમને શાકભાજીના ઓછા ફાયદા મળે છે.
7/7
જો તમે જમવામાં કાકડી ખાવા માગતા હોય તો જમવાના 20થી 30 મિનિટ પહેલા તેને ખાઈ શકો છો.