શોધખોળ કરો
Skin care :આપની ડ્રાય સ્કિન છે તો સ્કિન ટાઇપ મુજબ આહારામાં સામેલ કરો આ ફૂડ, આવશે નેચરલ નિખાર
સ્કિનને ગ્લોઇંગ અને ફોરએવર યંગ રાખવા માટે ત્વચાની સંભાળની સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો જરૂરી છે. ખોરાકની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Skin care tips: સ્કિનને ગ્લોઇંગ અને ફોરએવર યંગ રાખવા માટે ત્વચાની સંભાળની સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો જરૂરી છે. ખોરાકની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. તેથી જ સ્વસ્થ ત્વચા માટે હેલ્ધી ફૂડ ખાવું ખૂબ જ જરૂરી છે, પરંતુ તમારી ત્વચાના પ્રકાર સાથે પણ તેનો થોડો સંબંધ છે. જી હા, જ્યારે તમે તમારી ત્વચા અનુસાર આહાર લેશો તો તેની અસર જલ્દી જ જોવા મળશે. ત્વચા પર દેખાતા ગ્લોને નોટિસ કરી શકાશે.
2/5

જો આપની ડ્રાય સ્કિન છે તો આ ડાયટ કરો પસંદ-જો તમારી ત્વચા શુષ્ક છે, તો સૌથી મહત્વની બાબત એ છે કે પુષ્કળ પાણી પીવું. તેનાથી શરીર હાઇડ્રેટ રહેશે. જે ત્વચા માટે ફાયદાકારક છે. અડધા લીંબુના રસ સાથે હૂંફાળા પાણીથી દિવસની શરૂઆત કરો. આ શરીરને ડિટોક્સ કરે છે, જેનાથી ત્વચાની ચમક વધે છે. કાકડી, તરબૂચ, સેલરી, લેટીસ, ટામેટા વગેરે જેવા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. આના કારણે શરીર અને ત્વચા માટે ઘણા જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળી રહે છે. સારી ચરબીની માત્રામાં વધારો. ઓમેગા-3 ફેટી એસિડ ત્વચામાં મોશ્ચર જાળવી રાખે છે. આ માટે તમે ફિશ, એવોકાડો, ફ્લેક્સ સીડ્સ, નારિયેળ તેલ અને બદામ લઈ શકો છો.
Published at : 29 Nov 2023 05:56 PM (IST)
આગળ જુઓ





















