શોધખોળ કરો
Travel Tips: આ છે દુનિયાના 5 સૌથી અમીર દેશ, તેની સુંદરતાના કાયલ થઇ જશો તમે પણ, જાણો દરરોજ કેટલું કમાય છે દરેક વ્યક્તિ
આ દેશોની જીડીપી અને માથાદીઠ આવક પણ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે. અહીં એક એવો દેશ પણ છે જ્યાં દરેક વ્યક્તિ એક દિવસમાં 20 હજાર રૂપિયા કમાય છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Travel Tips: દુનિયામાં કેટલાય એવા દેશો છે જ્યાં સંપત્તિ ખૂબ વધારે છે. આ દેશોની જીડીપી અને માથાદીઠ આવક પણ અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે. અહીં એક એવો દેશ પણ છે જ્યાં દરેક વ્યક્તિ એક દિવસમાં 20 હજાર રૂપિયા કમાય છે.
2/6

આયર્લેન્ડઃ- આ વર્ષે સૌથી અમીર દેશોની યાદીમાં આયર્લેન્ડ પ્રથમ સ્થાને છે. તે ખૂબ નાનો દેશ છે પરંતુ તેની પાસે અપાર સંપત્તિ છે. આ દેશ ઓછી વસ્તી અને આર્થિક સ્થિરતાને કારણે ખુબ જ સમૃદ્ધ છે. વિશ્વના કેટલાય ધનિક લોકોએ અહીં રોકાણ કર્યું છે અને સિદ્ધિઓ હાંસલ કરી છે. દુનિયાના ઘણા લોકો અને મહત્વપૂર્ણ સમૂહોએ પણ આ દેશમાં રોકાણ કર્યું છે.
3/6

લક્ઝમબર્ગઃ- 2023માં સૌથી ધનિક દેશોની યાદીમાં લક્ઝમબર્ગનું બીજું નામ છે. જીડીપી અને માથાદીઠ આવકની વાત કરીએ તો અહીં દરેક વ્યક્તિ આવકના મામલે આયર્લેન્ડ કરતા આગળ છે. આ દેશની વાર્ષિક સરેરાશ માથાદીઠ આવક 73 લાખ રૂપિયાથી વધુ છે. મતલબ કે અહીં એક વ્યક્તિ દરરોજ 20 હજાર રૂપિયા કમાય છે.
4/6

સિંગાપુરઃ- સિંગાપોર સૌથી અમીર દેશોની યાદીમાં ત્રીજા સ્થાને છે. આ એક ટાપુ દેશ છે, જ્યાં વસ્તી 59 લાખ 81 હજાર છે. તે ઘણા વર્ષોથી રોકાણ અને વ્યવસાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે અહીં વાર્ષિક સરેરાશ માથાદીઠ આવકની વાત કરીએ તો તે 53 લાખ રૂપિયા છે, એટલે કે અહીં દરેક વ્યક્તિ દરરોજ 14,000 રૂપિયા કમાય છે.
5/6

કતારઃ- 2023માં સૌથી અમીર દેશોમાં આગળનું નામ ગલ્ફ કન્ટ્રી કતારનું છે. માનવ વિકાસ સૂચકાંક અનુસાર, સંયુક્ત રાષ્ટ્રએ કતારને અત્યંત વિકસિત અર્થતંત્ર ગણાવ્યું છે. આ દેશમાં માથાદીઠ આવક 62,310 યુએસ ડૉલર એટલે કે 51 લાખ રૂપિયાથી વધુ છે. અહીં તેલ અને ગેસનો ભંડાર છે.
6/6

નોર્વેઃ- સૌથી ધનિક દેશોની યાદીમાં નોર્વે પાંચમા ક્રમે છે. આ એક યૂરોપિયન દેશ છે, જ્યાં વસ્તી ખુબ જ ઓછી છે. અહીંનો જીડીપી 82,000 ડૉલરથી વધુ છે. અહીં સરેરાશ વાર્ષિક આવક 84,000 ડૉલર એટલે કે 69 લાખ રૂપિયા રૂપિયા છે. નોર્વે ઘણા સમયથી ધનિક દેશોની યાદીમાં સામેલ છે.
Published at : 09 Sep 2023 03:44 PM (IST)
View More
Advertisement





















