વ્યસ્ત જીવન શૈલીના કારણે એકસરસાઇઝ માટે સમય ફાળવવો મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં કેટલીક ટિપ્સને અપનાવીને આપ એકસરસાઇઝ વિના પણ વજન ઘટાડી શકો છો. શું છે આ ટિપ્સ જાણીએ...
2/7
વજન વધવાનું કારણ ખોટી આહાર શૈલી છે. ક્યારેય પેટ ભરાઇ ગયા બાદ પણ આપણે પસંદગીની વસ્તુ જમતાં હોઇએ છીએ... તો વજન ઉતારવા માટે આ આદત છોડવી પડશે.
3/7
ભૂખને કન્ટ્રોલ કરવું પણ જરૂરી છે. જો વારંવાર કંઇને કંઇ ખાવાનું મન થતું હોય તો ખાવાના બદલે પાણી પી લેવુ જોઇએ અથવા તો થોડી માત્રામાં ડ્રાયફ્રૂટ લેવું જોઇએ.
4/7
વજન ઉતારવા માટે ફાઇબર રિચ ફૂડનું સેવન કરો. અનહેલ્ધી પ્રોસેસ્ડ ફૂડના બદલે ફાઇબર ફૂડને પ્રીફર કરો. ફાઇબર યુક્ત આહાર ડાજેસ્ટિવને બેસ્ટ બનાવવાની સાથે લાંબા સમય સુધી તૃપ્ત પણ રાખે છે.
5/7
ડાયટમાં વધુ પ્રોટીન એડ કરો. રિચ પ્રોટીન યુક્ત આહાર આપની અતિરિક્ત કેલેરીને બર્ન કરે છે અને ઉર્જા પણ આપે છે.
6/7
ખૂબ પાણી પીવું અને હાઇટ્રેઇટ રહેવું તે આપના વજન ઉતારવામાં ખૂબ જ કારગર સાબિત થશે. તે આપને ઉર્જાવાન આને તરોતાજા રાખવાની સાથે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લગાડે.
7/7
વજન ઓછું કરવામાં ઊંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. પૂરતી ઊંઘ આપના સ્ટ્રેસ હોર્મોન્સને મેનેજ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે સમયાન્તરે ભૂખ ટ્રિગર કરે છે. જયારે પુરતી ઊંઘ ન થાય ત્યારે શરીર કોર્ટીસોલનું પ્રોડકશન કરે છે, જે સ્ટ્રેસ સંબંધિત હાર્મોન છે. તેથી જરૂરી છે કે આપ પુરતી ઊંઘ લો.