શોધખોળ કરો
Weather Update: મહારાષ્ટ્ર, બિહાર સહિત આ રાજ્યોમાં હજું પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખ સુધી કરી વરસાદની આગાહી
હાલ દેશના અનેક રાજ્યમાો કમોસમી વરસાદની આગાહી છો તો બીજી તરફ રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યમાં હિટવેનની સ્થિતિ યથાવત છે.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/8

દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો થતાં હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે.
2/8

આ દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસેને દિવસે તાપમાન વધી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે કહ્યું કે બુધવારે દિલ્હી-NCRનું આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
Published at : 15 May 2024 08:21 AM (IST)
આગળ જુઓ




















