શોધખોળ કરો
Chharodi Talav: લાકાર્પણના 8 મહિનામાં જ અમદાવાદનું છારોડી તળાવ થયુ સુકુ ભઠ્ઠ, 5 કરોડના ખર્ચે થયુ હતુ બ્યૂટીફિકેશન
અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/7

Ahmedabad Chharodi Talav: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યૂટીફિકેશન પ્રૉજેક્ટ શરૂ કર્યો છે, આ અંતર્ગત કેટલાય તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
2/7

પરંતુ અમદાવાદના છારોડી નજીક આવેલા છારોડી તળાવની હાલત જોઇને કહી શકાય છે કે, સરકારનો આ પ્રૉજેક્ટ અહીં નિષ્ફળ ગયો છે, કેમ કે આઠ મહિના પહેલા જ લોકાર્પણ થયેલું આ છારોડી તળાવ અત્યારે એકદમ સુકુ ભઠ હાલતમાં દેખાઇ રહ્યું છે.
3/7

અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે, તંત્ર દ્વારા લેક બ્યૂટીફિકેશનનો પ્રૉગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ છારોડ તળાવમાં આ લેક બ્યૂટીફિકેશન પ્રૉગ્રામની ધજ્જીયાં ઉડી છે.
4/7

ખાસ વાત છે કે સરકારના તળાવોના બ્યૂટીફિકેશન બાદ તેમના રાખરખાવ અને સમારકામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
5/7

હાલમાં જ 35 કરોડ લિટર જેટલું પાણી ભરેલું આ છારોડી તળાવ અત્યારે લગભગ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે.
6/7

ખાસ વાત છે કે, આ છારોડી તળાવનું લોકાર્પણ આઠ મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ, એટલે કે લોકાર્પણના આઠ જ મહિનામાં તળાવ લગભગ સૂકું ભઠ્ઠ થયું હોવાની સ્થિતિમાં છે.
7/7

હાલમાં અહીં પાણીનું સ્તર ઘટતાં એકવા સાઇકલ પણ કાઢી લેવાઈ છે. આ છારોડી તળાવમાં લેક બ્યૂટીફિકેશનના પ્રૉગ્રામ અંતર્ગત તળાવના બ્યૂટીફિકેશન માટે 5 કરોડથી વધુનો ખર્ચ પણ થયો હતો, પરંતુ અત્યારે હાલત એકદમ ખરાબ છે.
Published at : 21 Feb 2024 02:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
