શોધખોળ કરો
Ahmedabad: સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીન માટે લાગી બે કિમી લાંબી લાઈન, જુઓ તસવીરો
શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેકસીન લેવા ભારે ધસારો.
1/5

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેકસીન લેવા ભારે ધસારો જોવા મળ્યો છે. રવિવારની રજાના કારણે ડ્રાઈવ થ્રૂ વેકસીનેશન શરૂ થતાં પહેલાં બે કિલોમીટર લાંબી લાઈન લાગી છે
2/5

પ્રથમ દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 થી વધુ લોકોએ વેકસીન લીધી હતી. આજે નાગરિકો સવારમાં 6 વાગ્યાથી વેકસીન લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા છે.
3/5

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,87,224 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 31,15,821 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,34,03,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
4/5

શનિવારે 18થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
5/5

રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.
Published at : 09 May 2021 10:50 AM (IST)
આગળ જુઓ





















