શોધખોળ કરો
Ahmedabad : યુનિવર્સિટી વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમજીવીનાં કરૂણ મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન, જુઓ તસવીરો
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના ઘટના ઘટી છે. સાતમાં માળેથી લિફ્ટ તૂટતાં 7 લોકોના મોત નીપજ્યા છે.

સ્વજનના મોતથી હૈયાફાટ રૂદન કરતાં સ્વજન
1/9

એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં લિફ્ટના આરસીસીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી. જેમાં 7 શ્રમિકોના કરૂણ મોત થયાં છે.
2/9

બિલ્ડીંગમાં લિફ્ટની કામગીરી ચાલતી હતી ત્યાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી.
3/9

દુર્ઘટનામાં સ્વજનો ગુમાવ્યા બાદ પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. સવારે 9 વાગ્યા આસપાસ ઘટના બની હોવા છતાં મીડિયામાં બપોરે આ ઘટના આવી હતી.
4/9

મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ સત્તાધીશો સ્થળ પર પહોંચ્યા હતા.
5/9

દુર્ઘટનામાં મોતને ભેટલા શ્રમિતો ઘોઘંબાના રહેવાસી હતા. લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાવાના કારણે તેઓના મોત થયા હતા.
6/9

મૃતકોના નામ સંજયભાઈ બાબુભાઇ નાયક , જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજભાઇ શંકરભાઇ ખરાડી હોવાનું જાણવા મળ્યું છે.
7/9

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
8/9

આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.
9/9

ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી
Published at : 14 Sep 2022 01:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
