શોધખોળ કરો
Gujarat Rain: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
2/7

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ માટે પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
3/7

આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/7

રાજ્યમાં એક સાથે ઓફશૉર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
5/7

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
6/7

છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
7/7

ગુજરાતમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.
Published at : 15 Jul 2024 09:49 AM (IST)
આગળ જુઓ





















