શોધખોળ કરો
Atal Pension Yojana: 5000 રૂપિયા સુધી પેન્શ આપતી આ યોજનામાં 1 ઓક્ટોબરથી કેટલાક લોકો નહીં કરી શકે રોકાણ, જાણો શા માટે
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી અટલ પેન્શન યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે અને ઘણા લોકો રોકાણથી વંચિત રહેશે. જાણો શા માટે...
પ્રતિકાત્મક તસવીર
1/5

ATAL Pension Scheme: અટલ પેન્શન યોજના હેઠળ રોકાણ કરનારા લોકોને 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. પરંતુ હવે આવકવેરો ભરનારા કરદાતાઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. વાસ્તવમાં, ભારત સરકારના નાણા મંત્રાલયે નિયમોમાં ફેરફાર કરતા કહ્યું કે 1 ઓક્ટોબર, 2022 થી, કોઈપણ નાગરિક જે આવકવેરો ભરનાર છે તે અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે પાત્ર રહેશે નહીં.
2/5

નાણા મંત્રાલયે ઓગસ્ટમાં અટલ પેન્શન યોજનામાં રોકાણના નિયમોમાં ફેરફાર અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર, 2022થી કોઈપણ નાગરિક જે ઈન્કમ ટેક્સ ભરતો હોય અથવા ઈન્કમ ટેક્સ ભરતો હોય તે અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ નહીં કરી શકે.
Published at : 21 Sep 2022 06:34 AM (IST)
આગળ જુઓ




















