શોધખોળ કરો
Tax Saving Tips: ટેક્સ બચાવવા 31 માર્ચ પહેલા કરો આ ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ
Income Tax: નાણાકીય વર્ષ 2023-24 તેના છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. જો તમે પણ ટેક્સ સેવિંગ માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કામ જલદીથી પૂર્ણ કરો.

જો તમે પણ અલગ-અલગ ટેક્સ સેવિંગ સ્કીમનો વિકલ્પ શોધી રહ્યા છો, તો અમે તમને કેટલીક લોકપ્રિય ટેક્સ સેવિંગ સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ.
1/5

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર એ સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના છે. તમે આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનામાં રોકાણ માટે કોઈ મર્યાદા નથી. તમે 100 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ પણ કરી શકો છો. NSC માં રોકાણ કરીને, તમે આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મેળવી શકો છો. હાલમાં, સરકાર આ યોજના પર 5 વર્ષના સમયગાળા માટે 7.70 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
2/5

બેંક FDની જેમ, પોસ્ટ ઓફિસ પણ તેના ગ્રાહકોને ટર્મ ડિપોઝિટ સ્કીમની સુવિધા પૂરી પાડે છે. તમે આ સ્કીમ હેઠળ 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકો છો. આ યોજના હેઠળ પણ આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે. જ્યારે તમે પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને 7.50 ટકા વ્યાજ દરનો લાભ મળશે.
3/5

યુનિટ લિન્ક્ડ પ્લાનમાં રોકાણ કરવાથી તમને વીમા અને રોકાણ બંનેના લાભ મળશે. આ યોજના હેઠળ રોકાણ કરવાથી, તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે.
4/5

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કર મુક્તિનો લાભ મેળવવા માંગો છો, તો તમે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે માત્ર ત્રણ વર્ષના લોક-ઈન પીરિયડમાં પણ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. ELSSમાં પણ રોકાણ કરીને, તમે આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.50 લાખની છૂટ મેળવી શકો છો.
5/5

જો તમે હોમ લોન લીધી છે, તો તમે લોનની મૂળ રકમની ચુકવણી પર આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટનો દાવો કરી શકો છો.
Published at : 23 Mar 2024 02:05 PM (IST)
આગળ જુઓ
Advertisement