એક્સપર્ટના કહેવા મુજબ ફેબ્રુઆરી 2021 સુધી સોનાનો ભાવ 42,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ પહોંચ શકે છે. જયારે ચાંદીની કિંમતમા પણ મોટો ઘટાડો થઈ શકે છે. સોનું ઓગસ્ટમાં તેના સર્વોચ્ચ સ્તર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
2/5
2021માં સોનાના ભાવમાં ઘટાડો આવી શકે છે. કોરોનાની રસીના સમાચાર આવ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એક્સપર્ટના કહેવા શેરબજાર હાલ ટોચ પર હોવા છતાં આગામી વર્ષે સોના પર દબાણ સર્જાશે. આ કારણે તેના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે.
3/5
એક્સપર્ટના કહેવા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના વાયરસને લઇ વધેલી ચિંતાના કારણે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બાજરમાં સોનાનો ભાવ આજે વધીને 1898 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
4/5
આજે એમસીએક્સ પર સોનું 49 રૂપિયાના વધારા સાથે 50,824 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 482 રૂપિયાના ઉછાળા સાથે 69,500 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.
5/5
નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયંત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. નવો સ્ટ્રેન મળવાથી રોકાણકારોમાં ડરના કારણે કિંમતી ધાતુ ખરીદી રહ્યા હોવાથી ફરી એક વખત સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.