શોધખોળ કરો
Free Ration Scheme: 80 કરોડ લોકોને પીએમ મોદીએ આપી દિવાળી ભેટ, 5 વર્ષ સુધી ફ્રીમાં મળતું રહેશે રાશન
PM Garib Kalyan Anna Yojana: PM મોદીએ શનિવારે દેશના કરોડો ગરીબોને દિવાળીની ભેટ આપી. તેમણે કેન્દ્ર સરકારની મફત રાશન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી.
ફાઈલ તસવીર
1/6

આ યોજના હેઠળ દેશના કરોડો ગરીબોને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે. આ યોજનાના વિસ્તરણની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિવાળીનો તહેવાર એકદમ નજીકમાં છે.
2/6

વડાપ્રધાન છત્તીસગઢના દુર્ગમાં જનસભાને સંબોધી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે મફત રાશન યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ મહિને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 90 સીટોવાળી છત્તીસગઢ વિધાનસભા માટે 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની જાહેરાતને ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.
3/6

જનસભાને સંબોધતા પીએમ મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજના વિશે કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને વધુ 5 વર્ષ સુધી લંબાવશે. તમારો પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણયો લેવાની શક્તિ આપે છે.
4/6

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મળે છે. લાભાર્થીઓને આ અનાજ મફતમાં મળે છે. કેન્દ્ર સરકારે તેની શરૂઆત 30 જૂન 2020ના રોજ કરી હતી. તે પછી તેને અનેક પ્રસંગોએ લંબાવવામાં આવી છે. હાલમાં આ સ્કીમ ડિસેમ્બર 2023માં એટલે કે આવતા મહિને સમાપ્ત થવા જઈ રહી હતી. હવે 5 વર્ષના વિસ્તરણ પછી, લોકોને ડિસેમ્બર 2028 સુધી આ યોજનાનો લાભ મળતો રહેશે.
5/6

કેન્દ્ર સરકારે કોરોના મહામારી બાદ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. કોરોના મહામારી બાદ લોકડાઉન સહિત અનેક કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેના કારણે લોકોની રોજીરોટી પર અસર પડી હતી. ખાસ કરીને ગરીબોને ખાવા-પીવાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.
6/6

પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ગરીબ લોકોની મદદ માટે મફત રાશન યોજના શરૂ કરી હતી. કહેવાય છે કે 80 કરોડ દેશવાસીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
Published at : 05 Nov 2023 07:23 AM (IST)
આગળ જુઓ
Advertisement





















