શોધખોળ કરો
RBI: 2,000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ કે ઓગસ્ટ નહીં પણ સપ્ટેમ્બર 30 જ કેમ રાખામાં આવી?
2000 Rupees Exchange: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નોટો 23 મે 2023 એટલે કે આજથી બદલી શકાશે.

પ્રતિકાત્મક તસવીર
1/6

2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. જો કે આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં સ્પષ્ટ કર્યું નથી કે આ પછી શું થશે.
2/6

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે પહેલીવાર 2000 રૂપિયાની નોટ બદલવાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે લીગલ ટેન્ડર રહેશે.
3/6

ગવર્નરે કહ્યું કે આરબીઆઈનો 2000 રૂપિયાની નોટ જારી કરવાનો હેતુ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે બજારમાં અન્ય મૂલ્યની પૂરતી નોટો ઉપલબ્ધ છે, એક્સચેન્જ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
4/6

માત્ર 30 સપ્ટેમ્બર જ કેમ એ પ્રશ્ન પર ગવર્નરે કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવા પાછળનું કારણ નોટ બદલવા માટે 4 મહિનાનો સમય આપવાનો છે.
5/6

કારણ કે આ સમય દરમિયાન નોટ સરળતાથી બદલી શકાય છે. RBI ગવર્નરે કહ્યું કે નોટો બદલવા માટે 4 મહિનાનો સમય ઘણો વધારે છે. કોઈપણ મુશ્કેલી અને ઉતાવળ વગર નોટ બદલી શકાય છે.
6/6

તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટ 2016માં નોટબંધી દરમિયાન જારી કરવામાં આવી હતી અને 2018-19માં તેની પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવી હતી.
Published at : 23 May 2023 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
