શોધખોળ કરો
આણંદમાં 7 ઇંચ વરસાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અંડરપાસ બંધ, જુઓ લોકોને કેવી કેવી પડી હાલાકી?
તસવીરઃ અંડરપાસમાં પાણી ભરાતા કરાયો બંધ.
1/6

આણંદઃ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી 8માં રાજ્યના 25 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે આણંદમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
2/6

છેલ્લા 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તેમજ હજુ આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે બે કલાકમાં સુરતના ઓલપાડ 2.5 ઈંચ, સુરતના ચોરયાશીમાં અઢી ઈંચ, આણંદના પેટલાદમાં 1.5 ઈંચ અને બોટાદના બરવાળામાં અડધો ઈંચ ખાબક્યો હતો.
Published at : 18 Jun 2021 12:54 PM (IST)
આગળ જુઓ





















