શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ પડશે, આ જિલ્લાઓ માટે મોટો ખતરો
Rain Alert: દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, નદીઓમાં પૂરની શક્યતા; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
gujarat rain news: ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
1/6

ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતા આ વરસાદી માહોલ સર્જાયો છે: એક દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી સક્રિય થયેલું ટ્રફ અને બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન. આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ પડશે.
2/6

આગાહી અને એલર્ટ: કયા જિલ્લાઓમાં કેટલો ખતરો? હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે.
3/6

ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ): અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
4/6

અત્યંત ભારે વરસાદ (રેડ એલર્ટ): બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
5/6

ભારે વરસાદ (યેલો એલર્ટ): અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે, આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
6/6

આ ઉપરાંત, મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
Published at : 21 Jun 2025 06:23 PM (IST)
આગળ જુઓ





















