શોધખોળ કરો
ગુજરાતમાં મેઘો 6 દિવસ ધબધબાટી બોલાવશે: કાલે 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, દ્વારકામાં રેડ એલર્ટ
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ હવે સંપૂર્ણપણે જામી ગયો છે. હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, આગામી 6 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
tommorow Rain Alert: હવામાન વિભાગ દ્વારા આગામી 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, આવતીકાલે એટલે કે 21 ઓગસ્ટના રોજ 31 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
1/5

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 21 ઓગસ્ટના રોજ ગુજરાતના 31 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકામાં 'રેડ એલર્ટ', જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ ઉપરાંત, અમદાવાદ સહિતના 21 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' છે. આ વરસાદી માહોલ 26 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે.
2/5

આવતીકાલે (21 ઓગસ્ટ) વરસાદની આગાહી: હવામાન વિભાગે આવતીકાલે 21 ઓગસ્ટ માટે રાજ્યના જુદા જુદા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યા છે: રેડ એલર્ટ: દેવભૂમિ દ્વારકા. ઓરેન્જ એલર્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ. યલો એલર્ટ: સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ.
Published at : 20 Aug 2025 08:21 PM (IST)
આગળ જુઓ





















