શોધખોળ કરો
Gujarat Rain: મેઘરાજાની વિદાય પહેલા છેલ્લો રાઉન્ડ! આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Gujarat Weather Alert: 18 અને 19 સપ્ટેમ્બરના રોજ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, પવનની ગતિ પણ વધશે.
Gujarat Rain Alert: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં મેઘરાજાની વિદાય પહેલા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
1/5

Gujarat Rain: આગામી 17 સપ્ટેમ્બર સુધી 21 થી વધુ જિલ્લામાં અને ત્યારબાદ 18 અને 19 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે.
2/5

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે. આવતીકાલે, મંગળવાર, 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના 21 થી વધુ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
Published at : 15 Sep 2025 03:58 PM (IST)
આગળ જુઓ



















