શોધખોળ કરો
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

1/6

આજે મહાશિવરાત્રિ છે. રાજ્યભરના મંદિરો 'બમ બમ ભોલે...'ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.
2/6

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે.
3/6

જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં રવિવારથી જ ભક્તોનું આગમન શરૂ થઇ ગયું છે.
4/6

સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.
5/6

સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહી છે.
6/6

ટ્રસ્ટના સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપૂજા અને પાલખીયાત્રા યોજવામાં આવી હતી.
Published at : 01 Mar 2022 10:41 AM (IST)
આગળ જુઓ
Advertisement