શોધખોળ કરો
Rain Alert: ગુજરાતમાં વરસાદ તૂટી પડશે! આગામી 3 કલાકમાં જ હવામાન પલટાશે, 17 જિલ્લા માટે આગાહી
Weather alert: હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ, ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.
Rain forecast Gujarat: ખાસ કરીને દક્ષિણ ગુજરાત ના નવસારી અને ડાંગ તેમજ વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

આ ઉપરાંત, ગીર સોમનાથ અને દીવ સહિત સૌરાષ્ટ્ર ના કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત ના દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને અન્ય 10 જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આ આગાહી રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે છે, અને લોકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
2/5

ગુજરાતમાં હાલમાં હવામાનની સ્થિતિ પલટાઈ રહી છે, અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના તત્કાલ આગાહી બુલેટિન મુજબ, આગામી 3 કલાકનો સમયગાળો વિવિધ જિલ્લાઓ માટે વરસાદી બની શકે છે.
Published at : 25 Oct 2025 05:37 PM (IST)
આગળ જુઓ
Advertisement





















