અમદાવાદ: ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ વરસ્યો છે. ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8 કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં વરસાદ વરસ્યો છે.
2/6
આ સિવાય મહેસાણાના ખેરાલુ અને અરવલ્લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો જોવા મળ્યા હતાં.
3/6
દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
4/6
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ, ઝાલોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
5/6
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
6/6
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે. હાલ ઉનાળામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.