શોધખોળ કરો
Gujarat Heatwave: કચ્છમાં બે દિવસ રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Heatwave: કચ્છમાં બે દિવસ રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 થી 9 એપ્રિલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે. એપ્રિલની શરુઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે.
2/6

આજે કચ્છમાં ઓરેન્જ અલર્ટ જયારે રાજકોટમાં યલો અલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી બે દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ અલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
3/6

રાજકોટ અને મોરબીમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર અને જૂનાગઢમાં આગામી બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
4/6

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
5/6

રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 44.5 ડિગ્રી જયારે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એપ્રિલ મહિનાના શરુઆતના સપ્તાહમાં જ તાપમાનનો પારો ઉંચકાવા લાગ્યો છે. લોકો ગરમી અને તાપથી પરેશાન થઈ રહ્યા છે.
6/6

દરિયાકિનારેના વિસ્તારોમાં 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 05 Apr 2025 08:23 PM (IST)
આગળ જુઓ





















