શોધખોળ કરો
Swachhta Hi Sewa Campaign: CM ભુપેન્દ્ર પટેલથી લઈ PM મોદીએ કર્યુ શ્રમદાન, જુઓ તસવીરો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતિના એક દિવસ પહેલા સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પીએમ મોદી, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો જોડાયા હતા.
શ્રમદાન કરતાં પીએમ મોદી
1/6

પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર શ્રમદાનનો વીડિયો પોસ્ટ કરીને લખ્યું, આજે, જેમ રાષ્ટ્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અંકિત બયાનપુરિયા અને મેં તે જ કર્યું! માત્ર સ્વચ્છતા ઉપરાંત, અમે ફિટનેસ અને સુખાકારીને પણ આ મિશ્રણમાં મિશ્રિત કર્યા છે. આ બધું સ્વચ્છ અને સ્વસ્થ ભારત વાઇબ વિશે છે!
2/6

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના ઘાટલોડિયા મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું.
3/6

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમ શ્રમદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય !પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે સુરત મહાનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઇ પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, ધારાસભ્ય અરવિંદભાઇ રાણા, સુરત ભાજપા પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા અને કાર્યકર્તાઓ સાથે મળી સફાઇ કાર્ય કર્યું. અને પ્રધાનમંત્રીના દેશવ્યાપી સ્વચ્છતાનાં યજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
4/6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે શ્રમદાન કર્યુ હતું.
5/6

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિતાપુરમાં સ્વચ્છતા હી સેવા કેમ્પનમાં ભાગ લીધો હતો.
6/6

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને મીનાક્ષી લેખીએ દિલ્હીમાં સ્વચ્છતા હી સેવા કેમ્પેનમાં ભાગ લીધો હતો.
Published at : 01 Oct 2023 01:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















