શોધખોળ કરો
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/5

અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
2/5

હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
3/5

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે.
4/5

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
5/5

ઉત્તરથી દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 4 દિવસ ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
Published at : 19 Jul 2025 12:55 PM (IST)
આગળ જુઓ





















