શોધખોળ કરો
Andaman Tour: નવા વર્ષે IRCTC અંદામાન માટે લાવ્યુ છે ટૂર પેકેજ, બ્રેકફાસ્ટ અને ડિનર છે ફ્રી, જાણો કટેલો થશે ખર્ચ
અમે તમને આ ખાસ પ્રવાસની વિગતો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને નાસ્તાથી લઇને રાત્રિભોજન એકદમ મફત મળી રહેશે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Andaman Best Tour Package: ભારતીય રેલવે અવારનવાર પોતાનું સ્પેશ્યલ ટૂર પેકેજ લઇને આવે છે. જો તમે નવા વર્ષે અંદામાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યાં છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમે તમને આ ખાસ પ્રવાસની વિગતો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને નાસ્તાથી લઇને રાત્રિભોજન એકદમ મફત મળી રહેશે. જાણઓ કેટલો થશે ખર્ચ....
2/7

નવા વર્ષે લોકો ઘણીવાર અંદામાન અને નિકોબારની મુલાકાત લેવાનું આયોજન કરતા હોય છે, તેથી IRCTC તમારા માટે ગોવાહાટીથી ખાસ ટૂર પેકેજ લાવ્યું છે.
3/7

આ પેકેજમાં તમને ગોવાહાટીથી બેંગ્લોર, બેંગ્લોરથી પોર્ટ બ્લેર, પોર્ટ બ્લેરથી કોલકાતા અને કોલકાતાથી ગોવાહાટીથી એર ટિકિટ મળશે.
4/7

આ પેકેજ 6 દિવસ અને 5 રાત માટે છે અને તમને 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2024 વચ્ચે આંદામાન જવાનો મોકો મળશે. આ પેકેજમાં તમને નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા પણ મળી રહી છે.
5/7

આ પેકેજમાં તમને પૉર્ટ બ્લેર, હેવલોક આઇલેન્ડ અને નીલ આઇલેન્ડની મુલાકાત લેવાની તક મળશે. તમામ મુસાફરોને સિંગલ, ડબલ અને ત્રિપલ શેરિંગ મુજબ હૉટેલ રૂમની સુવિધા મળશે.
6/7

આ પેકેજમાં તમામ સ્થળો માટે પ્રવેશ ટિકિટ અને બોટ ટિકિટનું ભાડું સામેલ છે. તમામ મુસાફરોને મુસાફરી વીમાનો લાભ પણ મળી રહ્યો છે.
7/7

આંદામાન ટૂર પેકેજ હેઠળ તમારે સિંગલ ઓક્યૂપન્સી માટે વ્યક્તિ દીઠ 57,810 રૂપિયા, ડબલ ઓક્યૂપન્સી માટે 46,990 રૂપિયા અને ત્રિપલ ઓક્યૂપન્સી માટે 45,110 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
Published at : 06 Dec 2023 12:37 PM (IST)
View More
Advertisement






















