શોધખોળ કરો
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્નની પ્રથમ તસવીર સામે આવી: જુઓ કોણ કોણ હાજર રહ્યું
IIT દિલ્હીના મિત્ર સંભવ જૈન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા, સાદગીપૂર્ણ સમારોહમાં સીએમ ભગવંત માન પણ હાજર.
Harshita Kejriwal wedding: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ખુશીનો માહોલ છે. તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલે તેમના કોલેજ મિત્ર સંભવ જૈન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે.
1/6

સામે આવેલી તસવીરોમાં અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા, પુત્ર પુલકિત કેજરીવાલ અને વરરાજા સંભવ જૈન તથા તેમનો પરિવાર જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહ દરમિયાન અરવિંદ કેજરીવાલે સફેદ શેરવાની પહેરી હતી, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેમનો પુત્ર પુલકિત પણ શેરવાનીમાં જોવા મળ્યો હતો.
2/6

નવદંપતી હર્ષિતા અને સંભવ જૈને લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા.
Published at : 18 Apr 2025 08:31 PM (IST)
આગળ જુઓ





















